વેસ્ટઇન્ડિઝ સામે ગુરૂવારથી શરૂ થઇ રહેલી બે ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ નામ નંબર સાથેની પોતાની નવી ટી-શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
કેપ્ટન વિરાટ કોહલી સહિતના તમામ ખેલાડીઓ નવી ટેસ્ટ ટી શર્ટમાં જોવા મળ્યા હતા. પ્રથમ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ ટીમ ઇન્ડિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટાઓ શેર કર્યા હતા. ટીમ ઇન્ડિયાની આ નવી ટેસ્ટ કિટમાં મોટાભાગના ખેલાડીઓની ટી-શર્ટના નંબર વન-ડે ટી-શર્ટ જેવા જ છે.