T20 World Cup 2024 : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક પણ મેચ હાર્યા વિના ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની. જો કે, આ ટુર્નામેન્ટ સાથે, વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20I ક્રિકેટને અલવિદા કહી દીધું. પરંતુ, શું તમે જાણો છો કે આ સિવાય બે એવા ખેલાડી હતા જેમના માટે આ ટૂર્નામેન્ટ છેલ્લી T20 ઈવેન્ટ હતી.
T20 વર્લ્ડ કપ 2024 માં ભારતની ખિતાબ જીત સાથે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ પણ T20I ક્રિકેટને અલવિદા કહી દીધું. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય T20I ક્રિકેટમાં એક તબક્કો પૂરો થયો છે. આ ટૂર્નામેન્ટના અંત સાથે રાહુલ દ્રવિડનો કોચિંગ કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે.
https://twitter.com/BCCI/status/1807384579965338066
વિરાટ કોહલીએ ભારત માટે 125 T20I મેચ રમી હતી, જેમાં તેણે 4188 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 159 T20I મેચમાં 4231 રન બનાવ્યા છે. તે જ સમયે, રવિન્દ્ર જાડેજાએ ભારત માટે 74 T-20 મેચ રમી, જેમાં તેણે 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી.
ટ્રેન્ટ બોલ્ટે પણ નિવૃત્તિ લીધી હતી
ટી20 વર્લ્ડ કપ 2024 ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ માટે પણ છેલ્લો હતો. તેણે T20I ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ટ્રેન્ટ બોલ્ટે પોતે યુગાન્ડાની મેચ બાદ જાહેરાત કરી હતી કે આ ટૂર્નામેન્ટ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ છે.
ડેવિડ વોર્નરે અલવિદા કહ્યું
ટી20 વર્લ્ડ કપ 2024 ઓસ્ટ્રેલિયા માટે કંઈ ખાસ નહોતો. ચેમ્પિયન બનવાની દાવેદાર માનવામાં આવતી આ ટીમ સેમિફાઇનલ માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી અને ટૂર્નામેન્ટનો અંત ભારતના હાથે પરાજય સાથે થયો હતો. આ સાથે ડેવિડ વોર્નરની શાનદાર ક્રિકેટ કારકિર્દીનો પણ અંત આવી ગયો છે.
વોર્નરે ટેસ્ટ અને ODI ફોર્મેટને અલવિદા કહી દીધું હતું અને હવે તેણે T20Iને પણ અલવિદા કહી દીધું છે. જો કે તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પણ કહ્યું છે કે જો તેની જરૂર પડશે તો તે પરત ફરશે. તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવા આતુર જણાય છે.