ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ ગકેબેરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંને ઓપનર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.
આ પછી સૂર્યકુમાર યાદવ ટીમની ઇનિંગ્સને સંભાળવાનું કામ કર્યું હતુ. કેપ્ટન સૂર્યાએ આ મેચમાં 15 રન બનાવીને T-20 ઈન્ટરનેશનલમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે.
સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી
વાસ્તવમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 હજાર રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયા છે, જેમણે દક્ષિણ આફ્રિકા સામે 15 રન બનાવીને આ ખાસ સિદ્ધિ મેળવી છે. સૂર્યા હવે વિરાટ કોહલી સાથે સંયુક્ત રીતે T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 હજાર રન બનાવનાર ભારતીય બની ગયો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંને ઓપનર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.
તમને જણાવી દઈએ કે કિંગ કોહલી (વિરાટ કોહલી) એ T20 ઇન્ટરનેશનલમાં 2000 રનનો આંકડો પાર કરવા માટે 56 ઇનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે પણ 56મી ઇનિંગ્સ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આ મામલે તે કેએલ રાહુલથી આગળ નીકળી ગયો હતો.
T20માં સૌથી ઝડપી 2000 હજાર રન બનાવનાર બેટ્સમેન
બાબર આઝમ – 52 ઇનિંગ્સ
મોહમ્મદ રિઝવાન – 52 ઇનિંગ્સ
વિરાટ કોહલી – 56 ઇનિંગ્સ
સૂર્યકુમાર યાદવ – 56 ઇનિંગ્સ*
કેએલ રાહુલ – 58 ઇનિંગ્સ
આરોન ફિન્ચ – 62 ઇનિંગ્સ
બોલનો સામનો કરીને સૌથી ઝડપી 2000 T20I રન:-
1164 બોલ – સૂર્યકુમાર યાદવ
1544 બોલ – બાબર આઝમ