- 16 મે 2013 : આપીએલમાં સ્પોટ ફિક્સીંગ મામલે દિલ્હી પોલીસે રાજસ્થાન રોયલ્સના 3 ખેલાડી એસ શ્રીસંત, અંકિત ચવાણ અને અજીત ચંદેલાની ધરપકડ કરી, બીસીસીઆઇએ ત્રણેય ખેલાડીને સસ્પેન્ડ કરી દીધા
- 17 મે 2013 : દિલ્હી પોલીસે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. શ્રીસંતે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન સ્પોટ ફિક્સીંગની વાત સ્વીકારી. રાજસ્થાન રોયલ્સના માજી ખેલાડી અમિત સિંહ સહિત 11 બુકીઓ પણ સકંજામાં આવ્યા
- 11 જૂન 2013 : શ્રીસંતને દિલ્હી કોર્ટમાંથી જામીન મળ્યા, એ જ દિવસે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરીટી ઓફિસર રવી સવાણીએ પોતાનો વચગાળાનો અહેવાલ જમા કરાવ્યો
- 13 સપ્ટેમ્બર 2013 : બીસીસીઆઇએ રાજસ્થાન રોયલ્સના આરોપી ખેલાડીઓ પર પ્રતિબંધ મુક્યો, જેમાં શ્રીસંત અને ચવાણ પણ આજીવન અને અમિત સિંહ પર પાંચ વર્ષનો અને સિદ્ધાંત ત્રિવેદી પર એક વર્ષનો પ્રતિબંધ મુક્યો
- 25 જુલાઇ 2015 : દિલ્હીના પટિયાલા હાઉસની મકોકા કોર્ટે રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર એસ. શ્રીસંત, અંકિત ચવાણ અને અજીત ચંદેલા સહિતના આ કેસના તમામ આરોપીઓ સામેના આરોપને પડતા મુક્યા.
- 19 મે 2016 : ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા શ્રીસંતે તિરુવનંતપુરમ બેઠક પરથી ભાજપની ટિકીટ મેળવીને કેરળ વિધાનસભાની ચૂંટણી લડી પણ તે કોંગ્રેસના વીએસ શિવ કુમાર સામે 10,905 મતોથી હારી ગયો.
- 7 ઓગસ્ટ 2017 : કેરળ હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચે શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવાના બીસીસીઆઇના નિર્ણયને રદ કર્યો. બીસીસીઆઇ દ્વારા કેરળ હાઇકોર્ટના ચુકાદા સામે અપીલ કરવાનો નિર્ણય
- 17 ઓક્ટોબર 2017 : બીસીસીઆઇની અપીલ પર કેરળ હાઇકોર્ટની ડિવીઝન બેન્ચના ચીફ જસ્ટિસ નવનીતી પ્રસાદ સિંહે કોર્ટ દ્વારા ન્યાયિક સમિક્ષા ન કરવામાં આવી હોવાનું કહીને શ્રીસંત પરના આજીવન પ્રતિબંધને યથાવત રાખ્યો
- 15 મે 2018 : બીસીસીઆઇએ શ્રીસંતની પ્રતિબંધ હળવો કરીને ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા દેવાની અરજ નકારી. સુપ્રીમ કોર્ટે પણ પરવાનગી આપવાનું નકારી દિલ્હી હાઇકોર્ટને તેટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ અંગે જુલાઇ સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું
- 15 માર્ચ 2019 : સુપ્રીમ કોર્ટે એસ શ્રીસંત પરના આજીવન પ્રતિબંધને કોરાણે મુક્યો અને બીસીસીઆઇને શ્રીસંતની સજા મામલે પુન: વિચારણા કરવા માટે જણાવ્યું.
