નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવારે ગુરુવારે રવાના થઈ ચૂકી છે. લગભગ સાડા ત્રણ મહિનાના લાંબા પ્રવાસ દરમિયાન પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સાઉથહેપ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 18 જૂને રમાશે. ત્યારબાદ ટીમ મેજબાન વિરુદ્ધ 4 ઓગસ્ટથી 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે.
ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પોતાની સરજમી ઉપર 3-1થી ટેસ્ટ સીરીજમાં જીત મેળવી હતી. ભારત પ્રવાસ દરમિયાન ઇંગ્લેન્ડ દરમિયા ખૂબ જ તકલીફોનો સમાનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈંગ્લેન્ડ પોતાના ઘર ઉપર હવે ભારતી ટીમ માટે મુશ્કલીઓ ઉભી કરશે. આ બધી ચીજો છતાં પણ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવ્સકરે ભારતને 4-0થી ટેસ્ટ શ્રેણી જીતવાની ભવિષ્યવાણી કરી હતી.
ગાવસ્કરે આ સાથે કહ્યું હતું કે ઇંગ્લેન્ડની ટીમ ભારત વિરુદ્ધ લીલી પિચ તૈયાર કરીને મુશ્કેલી ઉભી કરશે, પરંતુ ટીમ ઇન્ડિયા પાસે એવા ખેલાડી છે જેઓ દરેક પરિસ્થિતિ રમવા જાણે છે.
ગાવસ્કરે ટેલિગ્રાફને કહ્યું હતું કે ટેસ્ટ સિરિઝ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વર્લડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈલનના આશરે છ સપ્તાહ બાદ શરુ થશે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા ઉપર આનો રિઝલ્ટ ઉપર ખુબ જ ઓછો અટલા બિલકુલ પણ અસર નહીં પડે.
સિરિઝ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાશે અને ભારત આ સિરિઝમાં 4-0થી જીત મેળવશે. આ વર્ષની શરુઆતમાં ભારતમાં પીચને લઈને રડતા ઈંગ્લેન્ડ બની શકે કે ભારત લીલી પીચ આપે.