ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતીએ આજે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ અને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ભારતની ટીમ જાહેર કરી હતી. તેવામાં બધાને ખ્યાલ છે કે વિરાટ કોહલી યુવા ચહેરાને તક આપતો રહે છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝ માટે હૈદરાબાદના બૉલર મોહમ્મદ સિરાજનું ટીમ ઇન્ડિયામાં સિલેક્શન કરવામાં આવ્યુ છે. ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની સામે 3 મેચની વનડે સીરિઝ પછી 3 મેચની ટી20 સીરિઝ પણ રમશે. મીડિયમ પેસ બૉલર સિરાજ પહેલી વખત ટીમ ઇન્ડિયા માટે રમશે.
ઉલ્લેખનીય છે કે દરેક ડોમેસ્ટીક ક્રિકેટરનું એક સપનું હોય છે કે તે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં એક વાર ટીમ ઇન્ડિયા માટે રમે. તેવામાં હૈદરાબાદના મોહમ્મદ સિરાજ માટે એક સપનુ પૂરા થયા જેવું છે. મોહમ્મદ સિરાઝને આ વર્ષે IPLની સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમી ચુક્યો છે અને તેમાં શાનદાર પ્રદર્શન પણ કર્યું હતું. હૈદ્રાબાદની ટીમે મોહમ્મદ સિરાઝને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 23 વર્ષના સિરાજેની હૈદરાબાદ માટે શાનદાર પરફૉર્મન્સ આપ્યુ હતુ.
સિરાજના પિતા મોહમ્મદ ગૌસ એક ઑટો ડ્રાઇવર છે, પરંતુ આર્થિક તંગી હોવા છતાં દિકરાને ક્રિકેટર બનવાના સપનાને પૂરુ કરવા માટે સપોર્ટ કર્યો અને મુશ્કેલીઓ હોવા છતા ઑટો ચલાવીને દિકરા માટે ક્રિકેટની મોંઘીં કિટ લીધી હતી. સિરાજે ગરીબીને નજીકમાં જોઇ છે, આ કારણથી તે પોતાની આસપાસના બાળકોને મફતમાં ક્રિકેટ કોચિંગ આપે છે.
સિરાઝને ક્રિકેટમાં પહેલા ઇનામ તરીકે 500રૂ. મળ્યા હતા
હૈદરાબાદમાં સિરાજે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, તેના ક્રિકેટ કરિયરની પહેલી કમાણી 500 રૂપિયા હતી. સિરાજે કહ્યુ હતું કે, ”ક્લબમાં મેચ હતી અને મારા મામા કેપ્ટન હતા. મેં 25 ઑવરની મેચમાં 20 રન આપીને 9 વિકેટ લીધી. મારા મામા ખૂબ ખુશ થઇ ગયા, કેમકે અમે જીતી ગયા. મામાએ મને ઇનામ તરીકે 500 રૂપિયા આપ્યા હતા.” સિરાજે 14 ફર્સ્ટ ક્લાસ મેચમાં 53 અને 13 લિસ્ટ ઇ ક્રિકેટ મેચમાં 20 વિકેટ લીધી છે.
સિરાઝના રેકોર્ડ પર કરીએ નજર
મોહમ્મ સિરાઝે તેના ફસ્ટ ક્લાસ કારકિર્દીમાં માત્ર 14 મેચમાં 53 વિકેટ ઝડપી છે. જ્યારે લિસ્ટ A ક્રિકેટમાં 13 મેચમાં 20 વિકેટ ઝડપી ચુક્યો છે. તો IPL 2017માં 13 મે ના રોજ રમાયેલી સનરાઇઝર્સ હૈદ્રાબાદ અને ગુજરાત લાયન્સ સામેની મેચમાં સિરાઝે ગુજરાત સામે 4 મહત્વની વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. જેમાં સિરાઝની શાનદાર બોલીંગની મદદથી ગુજરાત 154 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું અને હૈદ્રાબાદે 8 વિકેટે મેચ પોતાના નામે કરી હતી. તો આ મેચમાં મેન ઓફ ધ મેચ મોહમ્મદ સિરાઝ બન્યો હતો.