કોલકત્તા : આજથી શરૂ થઇ રહેલી ભારત અને શ્રીલંકા સામેની કોલકત્તામાં પહેલી ટેસ્ટ મેચમાં વરસાદના કારણે ટોસ મોડો થયો હતો. આમ લંચ બાદ ટોસ શક્ય બન્યો હતો. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. જોકે કોલકત્તામાં સવારથી વરસાદ થંભી ગયો હતો. પરંતુ મેદાન પર આઉટ ફિલ્ડ ખરાબ હોવાના કારણે ટોસમાં વિલંબ થયો હતો.
પીચ આપશે સ્પિનરોને સાથ
કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર પિચની વાત કરીએ તો પિચ હંમેશા બોલરોને અનુકુળ રહી છે. ત્યારે સ્પિનરોને પણ આ પિચ પર ફાયદો થઇ શકે છે. તેવામાં શ્રીલંકા પાસે રંગના હેરાથ જેવા દિગ્ગજ સ્પિનર છે. તો ભારત પાસે અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર સ્પિનરો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન, કે.એલ. રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, આર. અશ્વિન, રિદ્ધીમાન સહા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.
શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન
સડીરા સમરવિક્રમ, દીમથ કરૂણારત્ને, લાહિરુ થિરિમાને, એંજેલો મેથ્યુસ, દિનેશ ચંદિમલ, નિરોશન ડિકવેલ, દિલરૂવન પરેરા, લાહિરૂ ગમગે, વિશ્વ ફર્નાડો, સુરંગા લકમ, રંગના હેરાથ.