ગુરૂવારથી અહીં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં વરસાદે મજા બગાડી નાંખી હતી અને તેના કારણે માત્ર 36.2 ઓવરની જ રમત શક્ય બની હતી, પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ બે વિકેટે 85 રન બનાવ્યા હતા. કેપ્ટન દિમૂથ કરુણારત્ને 49 જ્યારે એન્જેલો મેથ્યુઝ શૂન્ય રને રમતમાં હતા.
પ્રથમ દિવસે વરસાદને કારણે પહેલા તો ટોસ ઉછાળવામાં વિલંબ થયો હતો. પહેલા લંચ બ્રેક લઇ લેવાયો અને તે પછી ટોસ ઉછાળવામાં આવ્યો હતો. વરસાદે વિલંબ કરાવવાના કારણે આખા દિવસમાં માત્ર 36.3 ઓવરની રમત શક્ય બની હતી. આ દરમિયાન લાહિરુ થિરિમાને માત્ર 2 રન કરીને જ્યારે કુસલ મેન્ડિસ 32 રન કરીને આઉટ થયા હતા. શ્રીલંકાએ પહેલી વિકેટ 29 રને અને બીજી વિકેટ 79 રને ગુમાવી હતી. કરુણારત્ને અને મેન્ડિસ વચ્ચે 50 રનની ભાગીદારી થઇ હતી.