માર્કો મરૈસે પહેલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને એક સપ્તાહથી વધુ સમયમાં વિશ્વ રેકોર્ડ બનાવનાર દક્ષિણ આફ્રિકાનો બીજો ખેલાડી બની ગયો છે.
24 વર્ષનો મરૈસ એ દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસની પ્રાંતીય મેચમાં પૂર્વ લંડનમાં બોર્ડરની તરફથી રમતા ઇસ્ટર્ન પ્રોવિંસની સામે 191 બોલમાં 300 રન ફટકારી નોટ આઉટ રમ્યો. આની પહેલાં સૌથી ઝડપી ત્રેવડી સદી 1921ના વર્ષમાં ચાર્લી મૈકાર્ટનીએ 221 બોલ પર ફટકાર્યા હતા. તેમણે નોટિંઘમશાયરની સામે ત્રેવડી સદી ફટકારી હતી. મરેસે પોતાની તોફાની ઇનિંગ્સમાં 35 ચોગ્ગા અને 13 છક્કા ફટકાર્યા. તે સમયે બેટિંગ કરવા આવ્યો જ્યારે તેમની ટીમ 82 રન પર 4 વિકેટ ગુમાવી મુશ્કેલમાં હતા. મરૈસ અને બ્રેડલે વિલિયમ્સ (113 નોટઆઉટ)એ 428 રનોની અવિજિત ભાગીદારી કરી, ત્યારબાદ બોર્ડર ટીમની ઇનિંગ્સ જાહેર કરી દીધી. પરંતુ વરસાદના લીધે મેટ ડ્રો થઇ ગઇ.
તાજેતરમાં 18 નવેમ્બરના રોજ 20 વર્ષના સાઉથ આફ્રિકન બેટસમેન શેન ડેડ્સવેલ એ કમાલ કરી હતી. ડૈડ્સવેલ એ 50 ઓવરની એક કલબ ક્રિકેટ મેચમાં 490 રન ફટકારી દીધા હતા. મજાની વાત તો એ છે કે તેણે પોતાના બર્થ ડે પર આ કારનામું કર્યું હતું.