આજે બોલીંગમાં પોતાની હુનરથી હરીફ મહિલા ક્રિકેટરોના હાજા ગગડાવનાર ભારતીય મહિલા બોલર ઝુલન ગોસ્વાની એક સમયે પોતાના પિતાના પાકીટમાંથી પૈસા ચોરતી હતી. તમને આ વાત પર વિશ્વાસ નહી થાય પરંતુ ઝુલન ગોસ્વામીએ આ વાત પોતે જ કરી છે. વાત એવી છે કે ઝુલન ક્રિકેટ રમવા માટે પૈસા ચોરતી હતી. આ વાતનો ખુલાશો ઝુલને ગઇકાલે FICCI દ્રારા આયોજીત કાર્યક્રમ “બ્રેકિંગ ધ બાઉંટ્રીજ” ના પરીચર્ચામાં કર્યો હતો.
ઝુલન ગોસ્વાની સાથે આ કાર્યક્રમમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજ, પુર્વ સુકાની અને અંડર 19 ક્રિકેટ ટીમના કોચ રાહુલ ડ્રવીડ અને FICCI ના અધ્યક્ષ વાસ્વી ભરત રામી હાજર હતા.
શું છે રાજ?
ઝુલન ગોસ્વામીએ કહ્યું હતું કે મે ટેનીસ બોલથી રમવાનું શરૂ કર્યું હતું. હું એ સમયે 120 કિલોમીટર દુર ક્રિકેટ રમવા માટે જતી હતી. ઘણીવાર મારી પાસે રમવા જવા માટેના પૈસા પણ ન હતા. આવા સમયે હું ઘણીવાર પારા પિતાના પાકિટમાંથી પૈસા ચોરીને ક્રિકેટ રમવા માટે જતી હતી. એ સમયે હું માત્ર 15 વર્ષની હતી અને એ મારી કારકિર્દીનો સૌથી મુશ્કેલ સમય હતો.
મારા પરીવારને કોચે સમજાવ્યા
ભારત માટે 164 વન-ડે મેચમાં 195 વિકેટ ઝડપનારી ઝુલન ગોસ્વાનીએ કહ્યું કે 1997માં વિશ્વકપમાં તે બોલ ગર્લના રૂપમાં મેદાન પર હતી. તે સમયે મને એ અહેસાસ થયો કે હું ક્રિકેટ રમીશ. જ્યારે મે આ વાત મારા પરીવારજનોને કહ્યું તો તે ઘણા નારાજ થયા અને તેમને મને ભણતરને પ્રાથમીકતા આપવાની વાત કરી. પરંતુ મારા કોચે મને ઘણી મદદ કરી અને મારા ઘરના લોકોને સમજાવ્યા.
અંજુમ ચોપરા અને પુર્ણીમાએ સાથ આપ્યો
34 વર્ષીય ઝુલન ગોસ્વીએ કહ્યું કે મેદાન અંદર અંજુમ ચોપરા અને મેદાન બહાર મારા પરીવાર અને સ્વામી વિવેકાનંદ મારા માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. જ્યા ઘરમાં મારા પરીવારે મારી ઘણી મદદ કરી તો મેદાનમાં અને ડ્રેસીંગ રૂમમાં અંજુમ અને પુર્ણીમાએ પણ મારી ઘણી મદદ કરી હતી. જેના કારણે આજ હું આ સ્તર પર પહોચી છું.