મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્ન ફરી એક વખત પ્રેમ પ્રકરણના કારણે ચર્ચામાં આવ્યો છે. શેન વોર્ન પોતાના દેશની ફેમસ મોડલ એમિલી સીયર્સને ડેટ કરી રહ્યો છે. એક બ્રિટિશ અખબારના મતે વોર્ન માર્ચથી એમિલીને ડેટ કરી રહ્યો છે અને બંને જૂનમાં વધારે નજીક આવ્યા હતા. માર્ચમાં 48 વર્ષીય વોર્ન વેસ્ટ હોલીવૂડમાં 32 વર્ષીય એમિલી સાથે ડિનર કરતો જોવા મળ્યો હતો. વોર્નનું નામ કોઈ મોડલ સાથે જોડાયું હોય તેવો પ્રથમ બનાવ નથી. વોર્ન પહેલા અભિનેત્રી લીઝ હર્લે, મોડલ એમિલી સ્કોટ અને સિમોના કૈલહનને ડેટ કરી ચુક્યો છે. સિમોના સાથે વોર્ને લગ્ન કર્યા હતા અને તેને ત્રણ બાળકો છે.
