બાંગ્લાદેશે શ્રીલંકા સામે જાન્યુઆરીમાં રમાવનારી બે ટેસ્ટ મેચની શ્રેણી અગાઉ મુશફિકર રહીમને દુર કરી તેમની જગ્યાએ ઓલરાઉન્ડર શાકીબ અલ હસનને ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણુંક કરવામાં આવ્યો છે. જોકે શાકિબ અલ હસન હાલ રાષ્ટ્રીય ટી-૨૦ ટીમનો સુકાની છે. તેને સાઉથ આફ્રિકામાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ આ જવાબદારી છોપવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે, જેના કારણે મુશફિકર રહીમને પોતાની બેટિંગ પર ધ્યાન આપવાની તક મળશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમૂલ હસને બોર્ડ નિર્દેશકોની બેઠક બાદ પત્રકારોએ જણાવ્યું છે કે, “અમે ટેસ્ટ કેપ્ટન બદલવાનો નિર્ણય કર્યો છે. શાકિબ અલ હસન આગામી શ્રેણીથી અમારા નવા કેપ્ટન અને મહદુલ્લાહ ટીમના વાઈસ કેપ્ટન હશે.”
તેમને જણાવ્યું હતું કે, “અન્ય પ્રારૂપોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી” મુશફિકર રહીમને ૨૦૧૧ થી ૩૪ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી જયારે આ દરમિયાન ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ટીમને કેટલીક યાદગાર જીત અપાવી હતી. પરંતુ સાઉથ આફ્રિકા સામે બાંગ્લાદેશને બંને મેચમાં મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો જેના કારણે આ વિકેટકીપર બેટ્સમેનની કેપ્ટનશીપ પર ખતરો મંડરાઈ રહ્યો હતો. શાકિબ અલ હસને જણાવ્યું હતું કે, “અમે ઈચ્છે છીએ કે, મુશફિકર રહીમ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમે તેમને દબાવથી મુક્ત કરવા ઈચ્છીએ છીએ.”