ભારતની અનુભવી બેટ્સમેન મિતાલી રાજે ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો માર્ગ બનતા હવે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી આગામી ટી-20 સિરીઝ માટે 15 વર્ષિય શેફાલી વર્માને ભારતીય મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી છે. હરિયાણાની શેફાલીને મહિલા ટી-20 ચેલેન્જમાં સારા પ્રદર્શનના આધારે ટીમમાં પસંદ કરવામાં આવી છે.
પસંદગી સમિતિની બેઠકમાં ભારતીય મહિલા વનડે ટીમ અને ટી-20 ટીમની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મિતાલીને વનડે ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવી હતી. આ બેઠકમાં મિતાલી હાજર રહી હતી જ્યારે ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને કોચ ડબલ્યુ વી રમન ટેલિકોન્ફરન્સથી જોડાયા હતા.
ભારતીય મહિલા વન ડે ટીમ : મિતાલી રાજ (કેપ્ટન), જેમિમા રોડ્રિગઝ, હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), પૂનમ રાઉત, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), ઝૂલન ગોસ્વામી, શિખા પાંડે, માનસી જોશી, એકતા બિષ્ટ, પૂનમ યાદવ, ડી હેમલતા, રાજેશ્વરી ગાયકવાડ, પ્રિયા પુનિયા.
પ્રથમ 3 ટી-20 માટેની મહિલા ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), જેમિમા રોડ્રિગઝ, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પૂમન યાદવ, શિખા પાંડે, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, વેદા કૃષ્ણમૂર્તિ, હરલીન દેઓલ, અનુજા પાટીલ, શેફાલી વર્મા અને માનસી જોશી.