Sarfaraz Khan: સરફરાઝ ખાને પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી
Sarfaraz Khan : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે બીજા દાવમાં વાપસી કરી હતી. જેમાં સરફરાઝે સદી ફટકારી હતી.
Sarfaraz Khan : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. તેની પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પ્રથમ દાવમાં સંપૂર્ણ રીતે વિખેરાઈ ગઈ હતી. જે બાદ ભારતીય ટીમે બીજા દાવમાં શાનદાર વાપસી કરી હતી. આ કમબેકમાં સરફરાઝ ખાને મોટો ફાળો આપ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે.
સરફરાઝ ખાને પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી,
બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી, ત્યારબાદ સરફરાઝ ખાન ચોથા નંબર પર ક્રીઝ પર આવ્યો હતો. સરફરાઝે વિરાટ કોહલી સાથે 163 બોલમાં 136 રનની ભાગીદારી કરી હતી. વિરાટ કોહલીના આઉટ થયા બાદ તેણે રિષભ પંત સાથે પોતાની ઇનિંગ ચાલુ રાખી હતી.
સરફરાઝ ખાને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી 110 બોલમાં ફટકારી હતી. તેણે ટિમ સાઉથીની બોલ પર ચોગ્ગો ફટકારીને 56.3 ઓવરમાં આ સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં શૂન્ય રને આઉટ થયા બાદ સરફરાઝ ખાને શાનદાર રમત રમી અને ભારતીય ટીમને મેચમાં પરત લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
સરફરાઝ ખાનની ટેસ્ટ કારકિર્દી
સરફરાઝ ખાને તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 15 ફેબ્રુઆરી 2024ના રોજ ઈંગ્લેન્ડ સામે શરૂ કરી હતી. તેણે અત્યાર સુધીમાં 3 ટેસ્ટ મેચ રમી છે. ત્રણેય ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ ત્રણ ટેસ્ટ મેચોમાં સરફરાઝે 79.36ની સ્ટ્રાઈક રેટથી 200 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.
https://twitter.com/BCCI/status/1847493926388719724
સરફરાઝ ખાનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી
સરફરાઝ ખાને અત્યાર સુધીમાં 51 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેણે 51 મેચોમાં 70.75ની સ્ટ્રાઈક રેટથી 4422 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 15 અડધી સદી સામેલ છે. સરફરાઝ ખાનનો ફર્સ્ટ ક્લાસમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 301 રન છે.