Sarfaraz Khan
સરફરાઝ ખાને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પચાસ રનનો આંકડો પાર કર્યો, પરંતુ શું તમે આ બેટ્સમેનની લવ સ્ટોરી વિશે જાણો છો?
સરફરાઝ ખાન અને રોમાના ઝહૂર.
- ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનની પત્નીનું નામ રોમાના ઝહૂર છે. રોમાના ઝહૂર કાશ્મીરની રહેવાસી છે. સરફરાઝ ખાન અને રોમાના ઝહૂરની લવસ્ટોરી બોલિવૂડની કોઈપણ ફિલ્મ કરતાં ઓછી રસપ્રદ નથી.
- રોમાના ઝહૂર સરફરાઝ ખાનની બહેનની મિત્ર હતી. બંને બહેન દ્વારા મિત્ર બન્યા હતા. આ પછી, તેમની મિત્રતા પ્રેમમાં બદલાતા વધુ સમય ન લાગ્યો.
- સરફરાઝ ખાન અને રોમાના ઝહુરે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
- સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન સરફરાઝ ખાનની પત્ની અને પિતા સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.
- સરફરાઝ ખાને તેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. તેણે પ્રથમ દાવમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં 68 રનનું યોગદાન આપ્યું હતું.