મુંબઇ : 16 નવેમ્બરથી ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ભારતીય પ્રવાસે આવેલ શ્રીલંકાની ટીમના બેસ્ટમેનોએ અભ્યાસ મેચમાં ઇન્ડિયા બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વિરુદ્ધ પોતાનું જોર દેખાડ્યું હતું. પરંતુ ભારતીય ટીમના 23 વર્ષીય બેસ્ટમેને અને બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનને લીડ કરી રહેલા વિકેટકીપરે એવી બેટિંગ કરી કે તેની સામે તમામ બેસ્ટમેનોની બેટિંગ ફિક્કી બની ગઇ.
શ્રીલંકા વિરુદ્ધ એક માત્ર અભ્યાસ મેચમાં બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની કમાન સંજૂ સૈમસનના હાથોમાં સૌંપવામાં આવી હતી. આ મેચમા કેપ્ટને પોતાની ધમાકેદાર બેટિંગ કરતા 128 રનની ઇનિંગ બનાવી. તેણે 143 બોલ પર 19 ફોર અને 1 સિક્સની મદદથી આ રન બનાવ્યા. આ મુકાબલામાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 9 વિકેટ પર 411 રન બનાવી ડિક્લેર કર્યું હતું. તેના જવાબમાં બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમે 5 વિકેટ પર 287 રન બનાવ્યા અને આ બે દિવસીય અભ્યાસ મેચ ડ્રો રહી.
સંજૂ સૈમસનને ભારતીય ટેસ્ટ ટીમ અથવા ફરી વનડે ટીમ તરફથી હજુ સુધી રમવાની તક મળી નથી. પંરતુ તે ભારત માટે એક ટી-20 મેચ રમી ચુક્યો છે. 19 જુલાઇ 2915ને હરારેમાં ઝિમ્બાબ્વેના વિરુદ્ધ તેમને રમવાની તક મળી હતી. આ મેચમાં તેણે 19 રન બનાવ્યા હતા. તેના બાદ તેણે ભારતીય ટીમમાં રમવાની તક મળી નથી. કેરળના 23 વર્ષીય બોલર સંજૂ ભારતીય ટીમમાં પોતાની ટીમમાં પોતાની વાપસી માટે સંઘર્ષ કરી રહ્યા છે.