એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન પરના બ્રિજની દુર્ઘટના બાદ મુંબઇના ઉપનગરીય સ્ટેશનો પર પુલની અવદશાની ચર્ચાએ જોર પકડયું છે. અને પુલના નવનિર્માણ માટે રેલવેને કડક પગલાં લેવાની ફરજ પડી છે. ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સભ્ય સચિન તેંડુલકરે મુંબઇના ફૂટ ઓવર બ્રિજ(એફઓબી) માટે રૃ. બે કરોડ ફાળવવાની જાહેરાત કરી છે.
મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સચિન મધ્ય રેલવેને ૧ કરોડ અને પચ્છિમ રેલવેને ૧ કરોડ ફાળવશે. આ અંગે સચિને રેલવે મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને જણાવ્યું છે કે મુંબઇના ઉપનગરીય જિલ્લા કલેક્ટરને આ ભંડોળ સ્વીકારવાની વિનંતી કરી છે. મધ્ય રેલવે, હાર્બર લાઇન અને પિૃમ રેલવેના અનેક ફૂટ ઓવર બ્રિજને તાત્કાલિક સમારકામની જરૃર છે તેના માટે આ ભંડોળ ફાળવ્યું હોવાનું સચિને જણાવ્યંુ હતું. ઉલ્લેખનીય છે કે ૨૯ સપ્ટેમ્બરના રોજ એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન પરના પુલ પર વરસાદને કારણે થયેલી ધક્કામુક્કીમાં ૨૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારબાદ આવા સાંકડા, જૂના અને જોખમી પુલોની માહિતી મેળવીને તેના સમારકામ અને અમુક પુલને ફરી બનાવવાનું કામ હાથ ધરવાનો રેલવે મંત્રીએ આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે દરેક સાંસદનેને પોતાના મતવિસ્તારના વિકાસના કામમાં ૫ કરોડ સુધીનું ભંડોળ ફાળવવાની સત્તા હોય છે. જેમાંથી સચિને આ ભંડોળ રેલવે માટે ફાળવ્યું છે.