મુંબઇ : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે બેંગાલુરુ ખાતે એક ડિજિટલ ગેમ લૉન્ચ કરી જેમાં તે પોતે જ પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે અને ફેન્સ તેની ક્રિકેટિંગ જર્નીનો અનુભવ લઈ શકશે. ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ કંપની જેટસિન્થિયેસે ‘સચિન સાગા ક્રિકેટ ચેમ્પિયન્સ’ નામની આ ગેમને તૈયાર કરી છે. સચિને કહ્યું કે, ‘આ ગેમની પાછળ પોતાના ફેન્સને એક મંચ પર લાવવાનો હેતુ છે, જેનાથી તેઓ મારા અનુભવોનો અહેસાસ કરી શકે છે.’

નવરાશના સમયે વીડિયો ગેમ રમતો હતો
તેણે કહ્યું કે, તે પોતાના નવરાશના સમયમાં પાર્લરમાં વીડિયો ગેમ રમતો હતો. સચિને કહ્યું કે, ‘યોર્કશાયર સાથે 1992માં મારા કૉન્ટ્રાક્ટ અને 2003ના વર્લ્ડકપ દરમિયાન હું સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે વીડિયો પાર્લરમાં ગેમ રમતો હતો.’
‘આજે પણ પુત્ર સાથે રમું છું વીડિયો ગેમ’
તેણે કહ્યું કે, ‘હું આજે પણ નવરાશના સમયે ઘરમાં ગેમ રમું છું અને તેમાં મારો પુત્ર અર્જુન પણ મારો સાથે આપે છે. મને તેમાં બહુ મજા આવે છે.’