ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં પોતાના પરિવાર સાથે માલદીવમાં આરામનો સમય વિતાવી રહ્યો છે. IPLનો થાક દૂર કરવા માટે ‘હિટમેન’ રોહિત શર્મા સીધો માલદીવ પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે આઈપીએલ 2022ની 14 મેચમાંથી 10 મેચ હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. IPLમાંથી બ્રેક મળ્યા બાદ રોહિત શર્મા પોતાના પરિવાર સાથે વિલંબ કર્યા વગર વેકેશન પર ગયો હતો.
રોહિત શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની રિતિકા સજદેહ સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં બંને સમુદ્રની નજીક પોતાની પ્રાઈવેટ પળો માણી રહ્યાં છે. આ પોસ્ટને શેર કરતા રોહિત શર્માએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આગામી કેટલાક દિવસો માટે બસ આટલી જ જરૂર છે.’
રોહિત શર્માની આ માલદીવ ટ્રીપમાં પત્ની રિતિકા સજદેહ ઉપરાંત પુત્રી સમાયરા પણ તેની સાથે છે. તમને જણાવી દઈએ કે IPL 2022 પછી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 5 મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝ રમવાની છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ટોચના ખેલાડીઓને આ સમગ્ર શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.