રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે તેના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ત્રણ વખત IPL ફાઇનલમાં પહોંચનારી RCBની ટીમે તેના કુલ 17 ખેલાડીઓને રિટેઈન કર્યા છે જ્યારે તેણે 11 ખેલાડીઓને રિલીઝ કરી દિધા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે તેના રિટેન કરાયેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દિધી છે. જેમાં તેમણે 17 પ્લેયરને રીટેઈન કર્યા છે જ્યારે 11 પ્લેયરને રિલીઝ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ સાથે આરસીબીએ 30 કરોડ રૂપિયા બચાવી લીધા છે.
શાહબાઝ અહેમદને હૈદરાબાદમાં મોકલ્યો
IPL 2024 રીટેઈન રાખવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર 2023 હતી. આરસીબી ફ્રેન્ચાઈઝીએ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને છેલ્લી ક્ષણે સનરાઈઝર્સ હૈદરાબાદમાં મોકલ્યો હતો.
કોચિંગ સ્ટાફ બદલાયો
નોંધનીય છે કે RCBએ IPL 2023 પછી તેના કોચિંગ સ્ટાફમાં ઘણા ફેરફાર કર્યા છે. RCBની ટીમ IPL 2023માં છઠ્ઠા સ્થાને હતી. મુખ્ય કોચ સંજય બાંગર અને ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસનને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે એન્ડી ફ્લાવર અને મો બાબટની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી હતી.
મુખ્ય ખેલાડીઓ રીટેઈન કર્યા
RCBએ તેના ચાહકોનો વિશ્વાસ જાળવી રાખતા મુખ્ય ખેલાડીઓને રીટેઈન કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને રીટેઈન કરી લીધા છે.આ ઉપરાંત અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિકને પણ ખરાબ સિઝન છતાં ફ્રેન્ચાઇઝીએ રીટેઈન કરવાનો નિર્ણય કર્યો છે.
RCB બોલિંગમાં કરશે સુધારો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેના બોલિંગ વિભાગમાં નોંધપાત્ર સુધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. આરસીબીએ હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ અને વાનિન્દુ હસરંગાને ટીમમાંથી રિલીઝ કર્યા છે. RCBએ 2022ની મેગા-ઓક્શનમાં આ ત્રણેય પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આરસીબી તેને બચાવવા માટે મહત્વનું પગલુ ભર્યું છે.