કેનેડાના બેટ્સમેન રવિન્દરપાલ સિંહે પોતાની ટી-20 ડેબ્યુ મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. ટી-20 પદાર્પણ મેચમાં સદી ફટકારનારો તે વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયન ટીમના માજી કેપ્ટન રિકી પોન્ટીંગનો ટી-20 ડેબ્યુ મેચમાં સર્વાધિક 98 રન કરવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
રવિન્દરપાલ સિંહે આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં અમેરિકન રિજીયન ફાઇનલના પહેલા દિવસે રવિવારે 48 બોલમાં 101 રનની ઇનિંગ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો. પોન્ટીંગે 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યુઝીલેન્ડ સામેની પોતાની ડેબ્યુ ટી-20માં 98 રનની ઇનિંગ રમીને રેકોર્ડ બનાવ્યો હતો.
ટી-20 ડેબ્યુમાં સર્વાધિક રન કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ હરીફ ટીમ સ્કોર વર્ષ
રવિન્દરપાલ સિંહ કેનેડા કેમેન આઇલેન્ડ 101 2019
રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ 98 2005
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા 89 2009
હીરલ પટેલ કેનેડા આયરેન્લેન્ડ 88* 2010
અદનાન એદરીન કુવેત કતર 79 2019