તિરુવનંતપુરમ્ઃ પોતાના શિષ્યના એક પરાજયથી પરેશાન ગુરુ અને ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે અહીંના પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. શાસ્ત્રીએ ‘અગ્રશાલા ગણપતિ’માં શ્રીફળ અર્પણ કર્યું હતું. અહીં એવી માન્યતા છે કે તે બાધાઓમાંથી મુક્તિ અપાવે છે. શહેરમાં ગઈ કાલે સવારથી ભારે વરસાદ પડી રહ્યો હતો. પદ્મનામસ્વામી મંદિરનાં સૂત્રોએ જણાવ્યું કે રવિ શાસ્ત્રીએ સવારે બીસીસીઆઇના કેટલાક પદાધિકારીઓ સાથે આ મશહૂર મંદિરમાં એક કલાકનો સમય વિતાવ્યો હતો અને ભગવાન હનુમાનજીને ‘માખણ’ ચડાવ્યું હતું. શાસ્ત્રી જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે પહેલી વાર પોતાની માતા સાથે આ મંદિરમાં આવ્યો હતો. તેણે કહ્યું કે હવે પછી જ્ચારે તે આ શહેરમાં આવશે ત્યારે પોતાની માતાને પણ મંદિરનાં દર્શન કરાવવા લઈ આવશે.
