રણજી ટ્રોફીમાં ગુજરાતની કેપ્ટનશીપ કરી રહેલા પાર્થીવ પટેલ વિકેટકીપિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડીયમમાં ગુજરાત અને બંગાળની વચ્ચે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચના દરમિયાન તેમને ઈજા થઈ હતી. ચોથા દિવસની રમત ચાલી રહી હતી. લંચના થોડા સમય બાદ જ વિકેટકીર્પીંગ કરી રહેલા પાર્થિવ પટેલ એક બોલ પકડવામાં પ્રયાસમાં જમીન પર પડી ગયા હતા. તેના કારણે તેમની આંગળીમાં ઈજા થઈ હતી. તે ત્યાર બાદ મેદાન છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ સપૂર્ણ દિવસ તે બહાર રહ્યા હતા. તેમની જગ્યાએ અનુજ રાવલે વિકેટ કીપિંગ કરી હતી.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે પાર્થિવ પટેલની પસંદગી કરવામાં આવી છે. એવામાં તેમની ઈજા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. ગુજરાતના તેમના સાથે ખેલાડીએ જણાવ્યું છે કે, તેમને આંગળીમાં બે અથવા ત્રણ વખત ઈજા થઈ છે, તેમને ખુબ જ દુખાવો થઈ રહ્યો હતો તેના કારણે તે મેદાનની બહાર નીકળી ગયા હતા.
ગુજરાતના કોચ વિજય પટેલ સ્પષ્ટ કર્યું છે કે, ઈજા એટલી વધારે નથી અને તે જલ્દી જ સપૂર્ણપણે ઠીક થઈ જાશે. પાંચ જાન્યુઆરીથી શરૂ થનારા સાઉથ આફ્રિકા પ્રવાસ માટે પાર્થિવ પટેલને બેક-અપ વિકેટ કીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જયારે નંબર વન કીપર રીદ્ધિમાન સાહા પણ ટીમના ભાગ છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ આ પ્રકારે છે :
વિરાટ કોહલી (સુકાની), અજિંક્ય રહાણે, મુરલી વિજય, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન. રવીન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને જસપ્રિત બુમરાહ.