શારજાહ : પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની એક દિવસીય સીરીઝના ચોથા મુકાબલામાં પાકિસ્તાને શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે. શ્રીલંકા દ્વારા અપાયેલા 174 રનના લક્શ્યનો પીછો કરતા પાકિસ્તાને આને 39 ઓવરમાં જ મેળવી લીધો. જોકે લક્શ્યનો પીછો કરવા ઉતરી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ટીમે 37 રન પર બે વિકેટ ઈનફોર્મ ઈમામ ઉલ હક (2 રન) અને ફખર જમન (17 રનઃ) પર ગુમાવી. બાબર આઝમ (69 રન) એક કિનારે ઉભો હતો અને ટીમને ત્રીજો ઝટકો મો.હફીઝ (9રન) પર 58ના સ્કોર પર લાગ્યો. એક સમયે લાગ્યું કે કંઈક રોમાંચક વળાંક આવશે. પરંતુ અનુભવી શોએબ મલિકે (69 રન) બનાવીને આઝમની સાથે મળીને ઈનિંગ્સને સંભાળી અને ટીમને જીત સુધી લઈ ગયો. બંનેએ મળીને પાંચમી વિકેટ માટે 119 રનની સદી ભાગીદારી કરી.
શ્રીલંકા તરફથી ગમાગે, અકિલા અને પ્રસન્નાને 1-1 વિકેટ મળી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી મહેમાન ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી અને ટીમને પહેલો ઝટકો કેપ્ટન (ઉપુલ થરંગા (0 રન)ના રૂપે માત્ર 2 રન પર લાગ્યો. ત્યારબાદ નિરોષણ ડિકવેલા (22 રન) અને દિનેશ ચંડીમલ (16 રન) પણ વધારે ટકી ના શક્યો અને પેવેલિયન પરત ફર્યો. થિરિમાનેએ એક તરફથી છોરને સંભાળી રાખ્યો પરંતુ બીજા છોરમાં વિકેટ પડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો.