ઇમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે, ઇમાદ વસીમ પાકિસ્તાન સુપર અને અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખશે. પરંતુ પાકિસ્તાનની જર્સીમાં જોવા મળશે નહીં.
પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઈમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે, ઇમાદ વસીમ પાકિસ્તાન સુપર અને અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખશે, પરંતુ પાકિસ્તાનની જર્સીમાં જોવા મળશે નહીં. વાસ્તવમાં ઇમાદ વસીમની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી પાકિસ્તાન ટીમની બહાર હતો. જો કે હવે આ ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઇમાદ વસીમે સોશિયલ મીડિયા પર તેની નિવૃત્તિની જાહેરાત કરી છે અને પોસ્ટમાં લખ્યું હતું કે, “તાજેતરના સમયમાં હું મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે ઘણું વિચારી રહ્યો છું અને મને લાગ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વર્ષોથી મળેલા સમર્થન માટે આભાર માનું છું.“
તેમણે વધુમાં લખતા જણાવ્યું હતુ કે, પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું સન્માનની વાત છે. પાકિસ્તાન માટે ODI અને T20 ફોર્મેટમાં 121 મેચોમાં ભાગ લેવો એ મારા માટે એક સ્વપ્ન સાકાર થયું છે. આ ઉપરાંત આગળ પોસ્ટમાં લખતા જણાવ્યું કે, “પાકિસ્તાનના ચાહકોનો પણ આભાર જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો. મારા પરિવાર અને મિત્રોનો પણ આભાર, જેમણે મારી સૌથી મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં મને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.