વિશ્વ ડોપિંગ વિરોધી એજન્સી (વાડા)ની 2016ની રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઇના માન્યતા પ્રાપ્ત 153 ક્રિકેટરોમાંથી એક ભારતીય ક્રિકેટર ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યો હતો. આ ક્રિકેટરનો પ્રતિબંધિત દવાના સેવન સંબંધિત ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે, હજુ સુધી આ ક્રિકેટરના નામની જાહેરાત કરવામાં આવી નથી. તે ભારત અંડર-19 પૂર્વ ખેલાડી પ્રદીપ સાગવાન બાદ ડોપિંગ ટેસ્ટમાં પોઝિટીવ આવનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો.
2013માં કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી રમતા સાંગવાનનો ડોપિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. વર્ષ 2016માં ડોપિંગ વિરોધી પરીક્ષણના આંકડાઓ અનુસાર, બીસીસીઆઇના 138 રજીસ્ટ્રર ક્રિકેટરોનું સીરિઝ દરમિયાન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક ક્રિકેટરનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
BCCIને જ્યારે આ ક્રિકેટરની ઓળખ અંગે પૂછવામાં આવ્યું તો એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમને હજુ સુધી વાડા તરફથી કોઇ રિપોર્ટ મળ્યો નથી. જેથી અમે તે ખેલાડીનું નામ બતાવવાની સ્થિતિમાં નથી.