ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાના પુત્રને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. નયન મોંગિયાનો પુત્ર મોહિત પોતાના પિતાની જેમ વિકેટકીપર નહીં પરંતુ સ્લો લેફ્ટ આર્મ બોલર છે અને તેઓ આ સમયે કોચ વિનીત વાંડેકરની સાથે બોલિંગની ટ્રેનિંગ લઈ રહ્યો છે. નયન મોંગિયાનું નામ ભારતના એવા વિકેટકીપરમાં લેવાય છે જેઓ ઘણા વર્ષોથી ભારતીય ટીમને પોતાની સેવા આપી હતી. આપને જણાવી દઈએ કે મોહિતને વિકેટકીપર ના બનવાની સલાહ પોતે નયન મોંગિયાએ આપી છે. જેના કારણે મોહિત વિકેટકીપર ના બનીને આજે સારો બોલર બનવાની લાઈનમાં છે.
મોહિતનું કહેવું છે કે વિકેટકીપિંગ બનીને કંઈ કમાલ ના કરી શકો. એટલે જ મે મારા કોચની સાથે લેફ્ટ-આર્મ સ્પિન બોલિંગ કરવાની ટ્રેનિંગની શરૂઆત કરી લીધી છે. હવે એ જોવું મહત્વનું રહેશે કે નયન મોંગિયાનો પુત્ર એક સારો સ્પિન બોલર બનીને ક્યારે ટીમ ઈન્ડિયાના દરવાજે પહોંચે છે. આપને જણાવી દઈએ કે નયન મોંગિયાએ ભારત તરફથી 44 ટેસ્ટ મેચ અને 140 વનડે મેચ રમી છે.