ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતીય દાવ 325 રન પર સમાપ્ત થયો હતો. કિવિ બોલર એજાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા.
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી મુલાકાતી ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કિવી બેટ્સમેનો મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે સેટ થવામાં નિષ્ફળ રહ્યાં. . તેણે ન્યૂઝીલેન્ડના ત્રણ બેટ્સમેનોને 17 રનમાં પેવેલિયન પરત મોકલી દીધા હતા.
કેપ્ટન ટોમ લાથમ 10 અને સિનિયર બેટ્સમેન રોસ ટેલર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. તે પછી ન્યૂઝીલેન્ડની વિકેટો પડવાનો સિલસિલો રોકાયો નહીં અને માત્ર 62 રને ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.