Neeraj Chopra અરશદ નદીમને આમંત્રણ મામલે નીરજ ચોપરા ટ્રોલ થયા, કહ્યું – “મારી દેશભક્તિ પર સવાલ ઉઠે તો દુઃખ થાય”
Neeraj Chopra ભારતના ગૌરવ અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા એથ્લીટ નીરજ ચોપરા હાલ એક વિવાદમાં સપડાયા છે. 24 મેના રોજ બેંગલુરુમાં યોજાનારી NC ક્લાસિક સ્પર્ધામાં પાકિસ્તાનના ભાલા ફેંકવીર અરશદ નદીમને આમંત્રણ આપ્યા બાદ ભારતના કેટલાક નાગરિકો અને સોશિયલ મીડિયાએ નીરજ પર દેશદ્રોહ જેવી ટીકા કરી. આ નિવેદનો પહેલગામ આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં આવ્યા છે, જેમાં 26 નિર્દોષ લોકોના મૃત્યુથી દેશ ગમગીન અને ગુસ્સામાં છે.
આ તીખી ટીકા વચ્ચે હવે નીરજ ચોપરાએ ખુદ મુખ ખોલીને જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, “હું સામાન્ય રીતે ઓછું બોલું છું,પણ એનો અર્થ એ નથી કે હું ખોટા વિરુદ્ધ નહીં બોલું.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 25, 2025
નીરજે સ્પષ્ટ કર્યું કે NC ક્લાસિક એક આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ઇવેન્ટ છે, જેમાં ટોચના ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવે છે. તે તમામ ખેલાડીઓ વચ્ચે સહકાર અને રમતગમતના ભાવને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હતો, રાજકીય નથી. જોકે, નવા સંજોગોમાં તેઓએ સ્પષ્ટ કહ્યું કે, “છેલ્લા 48 કલાકમાં જે બન્યું છે તેના પગલે અરશદ નદીમ હવે આ કાર્યક્રમનો ભાગ નહીં હોય. મારો દેશ, તેની ભાવનાઓ અને હિતો મારા માટે હંમેશા પ્રથમ સ્થાને છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશ માટે ઊભા રહેનાર વ્યક્તિ તરીકે મારી પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવામાં આવે તે ખરેખર દુઃખદ છે. “મને અને મારા પરિવારને નિશાન બનાવવામાં આવ્યું છે. મીડિયાના કેટલાક વર્ગોએ ખોટી વાતો ફેલાવી છે, કારણ કે હું સામાન્ય રીતે જવાબ આપતો નથી.”
નીરજ ચોપરાનું નિવેદન સમગ્ર સંજોગોમાં સંવેદનશીલ અને પરિપૂર્ણ nation’s sentiment સાથે સંકળાયેલું છે. તેમણે એકવાર ફરીથી બતાવ્યું છે કે ખેલાડીઓ માત્ર મેદાનમાં નહીં, પરંતુ જાહેર જીવનમાં પણ સમજીને અને જવાબદારીપૂર્વક વર્તે છે.