આવતા મહિને શ્રીલંકામાં રમાનારી યૂથ એશિયા કપ ટુર્નામેન્ટ માટે ધ્રુવ જુરેલની કેપ્ટનશિપ હેઠળ જાહેર કરાયેલી ભારતીય ટીમમાં એક નામ અથર્વ અંકોલેકરના નામે ઘણાંનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
18 વર્ષના અથર્વ જ્યારે માત્ર 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાનુ અવસાન થયું હતું. તે પછી તેની માતા વૈદેહી અંકોલેકરે મહિલા બસ કન્ડક્ટર તરીકે નોકરી કરીને પોતાના પુત્રને એ લાયક બનાવ્યો કે જેનાથી આજે તે ભારતીય અંડર-19 ટીમમાં સામેલ થયો છે.
ડાબોડી સ્પિનર અથર્વ અત્યાર સુધી ભારત-બી અંડર-19 ટીમ વતી ભારત અંડર-19 અને અફઘાન અંડર-19 ટીમ સામે મેચ રમ્યો છે. ભારતીય ટીમમાં પસંદ થઇને તેણે પોતાની માતાનું નામ ઉજાળ્યું છે.