દુબઇ : ટીમ ઈન્ડિયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ દુબઇમાં છે અને તેની પોતાની પહેલી ગ્લોબલ ક્રિકેટ એકેડેમીનું ઓપનીંગ કર્યુ હતું. આ ઓપનીંગ દરમ્યાન તેણે લોકોના ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. તેમના ટ્રેડમાર્ક ‘હેલીકોપ્ટર શોર્ટ’ને રમવાને લઈને જણાવ્યું છે કે, તેઓ ઈચ્છતા નથી કે, કોઈ યુવા ખેલાડી આ શોર્ટનો ઉપયોગ કરે કેમ કે, આમાં ઈજાગ્રસ્ત થવાની સંભાવના વધારે છે.
આ દરમિયાને તેમને કહ્યું કે, ‘હેલિકોપ્ટર શોર્ટ એવો છે, જેને મે લોકલ ક્રિકેટમાં ટેનિસ બોલથી રમતી વખતે શીખ્યો હતો. આ મુશ્કેલ શોર્ટ છે.’ ધોનીએ કહ્યું, ટેનિસ બોલથી ક્રિકેટ રમવા પર બેટના નીચાના ભાગથી પણ બોલને સારી રીતે હિટ કરી શકો છો અને તે ખુબ દૂર સુધી જાય છે, પરંતુ સામાન્ય ક્રિકેટમાં આને બેટના વચ્ચે હિટ થવી જોઈએ તેથી આ શોર્ટમાં રમવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. હુ ઈચ્છતો નથી કે (યુવા ખેલાડી) હેલિકોપ્ટર શોર્ટ રમે કેમ કે, આમાં ઈજાગ્રસ્ત થઈ શકે છે. પોતાના ટ્રેડમાર્ક હેલિકોપ્ટર શોર્ટના દમ પર ધોનીએ ટીમ ઈન્ડિયાને ઘણી બધી મેચો જીતાડી છે. ધોની યોર્કર લેન્થની બોલને પણ હેલિકોપ્ટર શોર્ટથી મેદાન બહાર મોકલી દે છે.
