Mohammad Azharuddin હૈદરાબાદ સ્ટેડિયમ પરથી નામ હટાવવાના નિર્ણયથી ગુસ્સે ભરાયા ભૂતપૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન, કોર્ટના દરવાજા ખટખટાવ્યા
Mohammad Azharuddin હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના લોકપાલ દ્વારા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના નોર્થ સ્ટેન્ડ પરથી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યા બાદ મામલો ગરમાયો છે. આ નિર્ણય સામે અઝહરુદ્દીન તેલંગાણા હાઇકોર્ટમાં ગયા છે.
HCA ના સભ્ય એકમ – લોર્ડ્સ ક્રિકેટ ક્લબ દ્વારા કરાયેલી અરજીના આધારે HCA એથિક્સ ઓફિસર અને નિવૃત્ત ન્યાયાધીશ વી. એશ્વરૈયા દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અઝહરુદ્દીને HCA પ્રમુખ તરીકેના પોતાના પદનો દુરુપયોગ કર્યો અને ડિસેમ્બર 2019 માં જનરલ બોડીની પરવાનગી વિના સ્ટેન્ડનું નામ પોતાના નામ પર રાખ્યું.
અઝહરુદ્દીનની પ્રતિક્રિયા, “ક્રિકેટ રમવાનો અફસોસ”
મીડિયા સાથે વાત કરતા, અઝહરુદ્દીને આ નિર્ણયને હૃદયદ્રાવક ગણાવ્યો. તેમણે કહ્યું, “આ કહેવું મને ખૂબ દુઃખ આપે છે, પરંતુ ક્યારેક મને ક્રિકેટ રમવાનો અફસોસ થાય છે. એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે રમતની ઓછી કે બિલકુલ સમજ ન હોય તેવા લોકો હવે શીખવવા અને નેતૃત્વ કરવાની સ્થિતિમાં છે. આ રમત માટે સંપૂર્ણ અપમાનજનક છે.”
BCCI ના હસ્તક્ષેપની માંગ
ભૂતપૂર્વ કેપ્ટને આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના હસ્તક્ષેપની માંગ કરતા કહ્યું: “હું BCCI ને હસ્તક્ષેપ કરવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરું છું. આ મુદ્દો એકલો નથી.
“સિસ્ટમમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા બદલ નિશાન બનાવાયો”
અઝહરુદ્દીને આરોપ લગાવ્યો છે કે તેમને HCA ચૂંટણીમાં ભાગ લેવાથી રોકવામાં આવ્યા હતા કારણ કે તેમણે એસોસિએશનમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. “જે કંઈ બહાર આવી રહ્યું છે તે સમજની બહાર છે અને તે મને વ્યક્તિગત રીતે દુઃખ પહોંચાડે છે.