MI vs CSK: આપણે વધુ ભાવુક ન થવું જોઈએ”: ધોનીએ મુંબઈ સામેની હાર બાદ આપી સલાહ
MI vs CSK IPL 2025 ની 38મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, મુંબઈએ 177 રનનો લક્ષ્ય માત્ર 1 વિકેટ ગુમાવીને પાર કરી લીધું. આ હાર બાદ CSKના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમના પ્રદર્શન પર ખુલ્લેઆમ અને પ્રામાણિક રીતે અભિપ્રાય આપ્યો.
મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 176 રન બનાવ્યા, જેમાં રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેની અડધી સદી નોંધપાત્ર રહી. જો કે બચાવ કરવામાં CSK નિષ્ફળ રહી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ 76 અને સૂર્યકુમાર યાદવે 68 રનની તોફાની ઇનિંગ રમી. ટીમે માત્ર એક વિકેટ ગુમાવતાં પાર કર્યો.
ધોનીનો સમજદારીભર્યો અભિપ્રાય
મેચ બાદ વાત કરતાં ધોનીએ કહ્યું, “અમે ખરાબ રમ્યા, ખાસ કરીને બોલિંગમાં. અમે જાણતા હતા કે બીજી ઇનિંગમાં ઝાકળ પડશે, છતાં અમારું આયોજન ઓછું પડ્યું.” તેમણે વધુમાં કહ્યું કે, “બુમરાહ જેવો વિશ્વ શ્રેષ્ઠ બોલર જ્યારે ડેથ ઓવરમાં બોલિંગ કરે, ત્યારે શરૂઆતથી જ ઝડપથી રન બનાવવાની જરૂર પડે છે.”
આયુષ મ્હાત્રેની બેટિંગની પ્રશંસા કરતા ધોનીએ કહ્યું, “મ્હાત્રેએ શાંતિથી રમીને યોગ્ય શોટ પસંદ કર્યા. તેને જોઈને લાગ્યું કે તેણે સપાટી અને સ્પિન બંનેને સારી રીતે હેન્ડલ કર્યું.”
આગળની દિશા પર ધ્યાન
CSKના તાજેતરના પ્રદર્શન પર ચર્ચા કરતા ધોનીએ કહ્યું, “જ્યારે પ્રથમ 6 ઓવરમાં જ આપણે ઘણાં રન આપી દઈએ, ત્યારે પાછું વળવું મુશ્કેલ બની જાય છે. અમે સારી બોલિંગ નથી કરી એવું નહીં, પરંતુ થોડી વધુ કસાવટ અને કેચિંગની જરૂર હતી.”
તેમણે અંતે સ્પષ્ટ જણાવ્યું કે, “અમે વધુ ભાવુક થવાને બદલે પ્રેક્ટિકલ વિચાર કરવાની જરૂર છે. જો પ્લેઓફમાં પહોંચવાનું ન બને, તો આવતા સિઝન માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન પર કામ કરવાની તૈયારી હવે જ શરૂ કરવી જોઈએ.”