કેપ્ટન મનિષ પાંડેની અર્ધસદી અને શિવન દુબેની નોટઆઉટ 45 રનની તોફાની ઇનિંગની મદદથી અહીં ખરાબ હવામાનને કારણે ટુંકાવાયેલી ત્રીજી બિન સત્તાવાર વન-ડેમાં ભારત-એ ટીમે પ્રવાસી દક્ષિણ આફ્રિકા-એને 4 વિકેટે હરાવી 5 મેચની સિરીઝમાં 3-0ની વિજયી સરસાઇ મેળવી લીધી છે.
ખરાબ હવામાનને કારણે ટુંકાવીને 30 ઓવરની કરાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા-એ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 8 વિકેટે 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત-એ ટીમે કેપ્ટન મનિષ પાંડેના 81 અને ઇશાન કિશનના 40 તેમજ શિવમ દુબેના નોટઆઉટ 45 રનની મદદથી 13 બોલ બારી રાખીને 6 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો.