IPL હંમેશા વિવાદનું બીજું ઘર રહી છે. IPL કોઇને કોઇ કારણથી હંમેશા વિવાદમાં જ રહે છે. ત્યારે વર્ષ 2011માં સસ્પેન્ડ કરવામાં આવેલી આઇપીએલ ફ્રેન્ચાઇજી કોચ્ચિ ટસ્કર્સએ બીસીસીઆઇની સામે આર્બિટ્રેશનનો કેસ જીતી લીધો છે. બોમ્બે હાઇકોર્ટે મંગળવારે સુનાવણી કરતા કોચ્ચિના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જો કે, કોર્ટના નિર્ણય બાદ કોચ્ચિ ટસ્કર્સે બીસીસીઆઇ પાસે 850 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011માં બીસીસીઆઇએ કોચ્ચિ ટસ્કર્સ કેરળાને સસ્પેન્ડ કરી દીધી હતી. કારણ કે આ ફ્રેન્ચાઇજી 156 કરોડ રૂપિયાની વાર્ષિક ચૂકવણીની બેંક ગેંરટી આપવામાં નિષ્ફળ રહી હતી. ત્યાર બાદ કોચિચ્ ટસ્કર્સ ફ્રેન્ચાઇજીએ વર્ષ 2011માં બોમ્બે હાઇકોર્ટમાં બીસીસીઆઇની સામે આર્બિટ્રેશનનો કેસ દાખલ કર્યો હતો.
આઇપીએલ ચેરમેને રાજીવ શુકલાએ બેઠક બાદ કહ્યું કે, કોચ્ચિ ટસ્કર્સે 850 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. અમે આઇપીએલની સંચાલન પરિષદની બેઠકમાં આના પર ચર્ચા કરી હતી. હવે મામલો સામાન્ય સભાની બેઠકમાં રાખવામાં આવશે. તેઓ નિર્ણય લેશે પરંતુ, આ મામલા પર વાતચીત કરવી જરૂર છે.