ભારતીય ટીમમાંથી બહાર એવા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનની માલિકી હેઠળની ટ્રિનબૈગો નાઇટરાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં કેરેબિયન પ્રીમિયર લીગની મેચ જોઇને બીસીસીઆઇના સેન્ટ્ર્લ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા મામલે બિન શરતી માફી માગી લીધી છે. કાર્તિક શાહરૂખ ખાનની માલિકીની આઇપીએલ ટીમ કોલકાતા નાઇટરાઇડર્સનો પણ માલિક છે.
કાર્તિક ડ્રેસિંગ રૂમમાં ટ્રિનબૈગોની જર્સીમાં મેચ જોતા દેખાયો હતો. બીસીસીઆઇએ આ મામલે તેને શો કોઝ ફટકારીને પુછ્યું હતું કે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ શા માટે રદ કરવામાં ન આવે. કાર્તિકે પોતાના જવાબમાં કહ્યું હતું કે તે કેકેઆરના કોચ બ્રેન્ડન મેક્યુલમની વિનંતીથી પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને તેમના કહેવાથી જ ટીમની ટી-શર્ટ ધારણ કરી હતી. તેણે કહ્યું હતું કે હું આ પ્રવાસ માટે બીસીસીઆઇ પાસેથી મંજૂરી ન લેવા માટે બિન શરતી માફી માગુ છું.