Kane Williamson: કેન વિલિયમસનની હેમિલ્ટનમાં રેકોર્ડબ્રેક સદી, ઈંગ્લેન્ડ સામે બનાવ્યો નવો ઈતિહાસ
Kane Williamson: ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને સોમવારે હેમિલ્ટનના સેડન પાર્કમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વિલિયમસન ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં એક જ મેદાન પર સતત પાંચ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
હેમિલ્ટનનો સેડન પાર્ક વિલિયમસન માટે ખૂબ જ શુભ સાબિત થયો છે. તેણે આ મેદાન પર આ પહેલા પણ ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે, જેમાં 2019માં બાંગ્લાદેશ સામે 200 રન, ઈંગ્લેન્ડ સામે 104 રન, 2020માં વેસ્ટ ઈન્ડિઝ સામે 251 રન અને આ વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 133 રનનો સમાવેશ થાય છે.
આ મેચની બીજી ઇનિંગમાં તેણે 156 રન બનાવીને આઉટ થતા પહેલા તેની શાનદાર બેટિંગથી કિવી ટીમને મજબૂત બનાવી હતી.