Jay Shah: ICC ચીફ જય શાહ લેશે મોટો નિર્ણય, ભારતની હાર બાદ ટેસ્ટ ક્રિકેટમાં થશે ફેરફાર
Jay Shah: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સફળતા બાદ ટેસ્ટ ક્રિકેટમાં મોટો બદલાવ આવી શકે છે. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એકબીજા સાથે વધુ ટેસ્ટ મેચ રમવા પર વિચાર કરી રહ્યા છે. ICC અધ્યક્ષ જય શાહ આ અંગે ટૂંક સમયમાં બેઠક યોજી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી એક જબરદસ્ત સફળતા હતી. ભારતે શ્રેણી 1-3થી ગુમાવી હોવા છતાં આ ટ્રોફીએ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે નવી દિશા બતાવી છે. અહેવાલો અનુસાર, હવે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા માટે સાથે મળીને આયોજન કરી રહ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ ત્રણેય ટીમો વચ્ચે બને તેટલી વધુ ટેસ્ટ મેચો રમવાનો છે.
https://twitter.com/danbrettig/status/1876133225879482813
હાલમાં આ પ્રસ્તાવિત ફેરફારની અસર 2027 પછી જોવા મળી શકે છે. ICC એજન્ડામાં ટેસ્ટ ક્રિકેટ માટે દ્વિ-સ્તરીય માળખું લાગુ કરવાની યોજના છે. આ અંતર્ગત ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા ટોચના દેશો વચ્ચે વધુ મેચો રમાશે. વધુમાં, અહેવાલો અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક બેર્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ રિચર્ડ થોમ્પસન જાન્યુઆરીના અંતમાં આ મુદ્દે આઈસીસી અધ્યક્ષ જય શાહને મળશે.
પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી પણ આ બદલાવના સમર્થનમાં છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે, જો તમે ટેસ્ટ ક્રિકેટ ટકી રહેવા અને ગતિશીલ અને સમૃદ્ધ બનવા માંગતા હો, તો મને લાગે છે કે આ જ રસ્તો છે. ટોચની ટીમોએ શક્ય તેટલું એકબીજા સામે રમવું જોઈએ.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી (2024-25) અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ટેસ્ટ શ્રેણી બની ગઈ છે. દરેક મેચમાં રેકોર્ડ હાજરી જોવા મળી હતી, જે સાબિત કરે છે કે ટેસ્ટ ક્રિકેટમાં પણ પ્રેક્ષકોનો ભારે રસ છે.