IPL 2025: “જો ક્વોલિફાય ન થઈ શકીએ તો આગામી વર્ષ માટે તૈયારી શરૂ થઈ જશે” – હાર બાદ ધોનીનું મોટું નિવેદન
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પરિસ્થિતિ દયનીય બની રહી છે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે 9 વિકેટના અપમાન્યજનક પરાજય બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં તળિયે પહોંચી છે. અત્યાર સુધીની 8 મેચોમાં માત્ર 2 વિજય પ્રાપ્ત કરીને ચેન્નાઈની પ્લેઓફની આશાઓ ધૂંધળી બની રહી છે. આ સ્થિતિ વચ્ચે કેપ્ટન તરીકે કમાન સંભાળેલા મહેન્દ્રસિંહ ધોનીએ મેચ બાદ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેને ચર્ચાનું કેન્દ્રબિંદુ બનાવવામાં આવી રહ્યું છે.
માહીએ કહ્યું:
“અમે હાલમાં એક સમયે એક મેચ પર ફોકસ કરીએ છીએ. પરંતુ જો આવનારા દિવસોમાં ક્વોલિફાય ન થઈ શકીએ, તો પણ અમે બેસીને રડતા નથી. અમારું ધ્યાન તરત આગામી વર્ષે મજબૂત ટીમ બનાવવા તરફ જઈ જશે. અમે ખેલાડીઓમાં સતત ફેરફાર લાવવાના પક્ષમાં નથી. પણ અમને એવું કોબિનેશન તૈયાર કરવું છે જે આગામી સીઝનમાં સારા પરિણામ આપે.”
ધોનીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું કે ટીમ ભવિષ્ય માટે એક “મૂળ જૂથ” તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એ પણ માન્યું કે મુંબઈ સામેની હારનું મોટું કારણ ખેલાડીઓ વ્યૂહરચનાનો યોગ્ય અમલ ન કરી શક્યાં.
મુંબઈ સામે પ્રદર્શન:
ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 176 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લા ચાર ઓવરમાં ફક્ત 34 રન બન્યા, જેને કારણે તેઓ એક મજબૂત ટોટલ ઉભો કરી શક્યા નહીં. મુંબઈ ઈન્ડિયન્સે આ લક્ષ્ય 15.4 ઓવરમાં જ મેળવી લીધું, જે ચેન્નાઈના બોલિંગ ડિપાર્ટમેન્ટ માટે ચિંતાનો વિષય છે.
કેમ ધોની ફરીથી કમાન પર છે?
રીતુરાજ ગાયકવાડની ઇજા બાદ ટીમની આગેવાની એમએસ ધોનીએ સંભાળી છે. ચાહકોમાં ફરીથી આશા જગાવવામાં માહી સફળ રહ્યા હતા, પણ પરિણામે વાંધો રહ્યો. તેમ છતાં ધોનીના શાંત અને વ્યૂહાત્મક વિચારો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફરીથી મજબૂત વાપસી માટે આશાનું કિરણ બની શકે છે.