IPL 2024:ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ હાલમાં જ પગની ઘૂંટીની સર્જરી કરાવી છે. જે બાદ ચાહકો તેના સ્વસ્થ થવાની અને જલદીથી મેદાનમાં પરત ફરે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બીજી તરફ, મોહમ્મદ શમી ઈજાના કારણે પહેલાથી જ IPL 2024માંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ સામે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે મોહમ્મદ શમીના સ્થાને ટીમમાં કોણ સ્થાન લેશે. કયો ખેલાડી મોહમ્મદ શમીની ભરપાઈ કરી શકે છે? આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા ખેલાડીઓના નામની ચર્ચા થઈ રહી છે.
આ ખેલાડીઓ મોહમ્મદ શમીનું સ્થાન લઈ શકે છે
1. કમલેશ નાગરકોટી
ગુજરાત ટાઇટન્સ મોહમ્મદ શમીના સ્થાને યુવા પ્રતિભાશાળી ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટીને IPL 2024 માટે ટીમમાં સામેલ કરી શકે છે. કમલેશ એક શાનદાર ફાસ્ટ બોલર છે અને તે ટીમમાં મોહમ્મદ શમીની ખાલી જગ્યાને ઘણી હદ સુધી ભરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કમલેશ નાગરકોટીએ તેની છેલ્લી આઈપીએલ મેચ વર્ષ 2022માં રમી હતી. કમલેશ આઈપીએલમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેના નામે 5 વિકેટ છે.
2. બેસિલ થમ્પી
મોહમ્મદ શમીની ગુજરાત ટાઇટન્સ ટીમમાં ખાલી જગ્યા ભરવા માટે બેસિલ થમ્પી પણ સારો વિકલ્પ બની શકે છે. બેસિલ પણ એક શાનદાર બોલર છે. બેસિલે વર્ષ 2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની છેલ્લી આઈપીએલ મેચ રમી હતી. આવી સ્થિતિમાં શમીની ગેરહાજરીમાં બેસિલને ગુજરાત ટાઇટન્સની ટીમમાં તક આપવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે, IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધવા લાગી છે. આ વખતે ટીમની કમાન યુવા ખેલાડી શુભમન ગિલના હાથમાં રહેશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.