IPL 2024 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. 17 દિવસના આ શેડ્યૂલમાં કુલ 21 મેચો રમાશે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને ઓછામાં ઓછી 3 મેચ રમવાની તક મળશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીની તારીખ હજુ સુધી જાણી શકાતી ન હોવાને કારણે માત્ર 17 દિવસનો સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે. IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થશે, જ્યારે પ્રથમ તબક્કો 7 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન કુલ 21 મેચ રમાઈ છે. સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પ્રથમ તબક્કામાં રમાનારી કુલ 21 મેચોમાંથી દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો મહત્તમ 5 મેચ રમશે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ઓછામાં ઓછી ત્રણ મેચ રમશે.