IPL 2024: IPL 2024 ના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ હવે બીજા તબક્કાનું આયોજન UAEમાં થઈ શકે છે.
IPL 2024 ના પ્રારંભિક તબક્કાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ સિઝનના બીજા ભાગનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એક રિપોર્ટ અનુસાર IPL 2024નો બીજો ભાગ UAEમાં રમાઈ શકે છે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કારણોસર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ નિર્ણય લઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. Lok Sabha Election 2024 ની તારીખો શનિવારે જાહેર થઈ શકે છે.
IPL 2024નો બીજો ભાગ UAEમાં રમાઈ શકે છે. આ નિર્ણય ત્યારે જ લેવામાં આવશે જ્યારે મેચ શેડ્યૂલ અને ચૂંટણીની તારીખ લગભગ એકસાથે આવશે. જોકે, IPLના બીજા ભાગનું શેડ્યૂલ હજુ આવ્યું નથી. જ્યારે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ પછી જ IPL અંગે નિર્ણય લેવામાં આવશે. બીસીસીઆઈએ પ્રથમ 21 મેચનું શિડ્યુલ જાહેર કર્યું છે. બાકીની મેચો દુબઈમાં શિફ્ટ થઈ શકે છે.
2014 અને 2020માં UAEમાં પણ IPL મેચ રમાઈ છે –
આ પહેલા પણ UAEમાં IPL મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. IPL 2020 ની મેચો દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના વાયરસને કારણે આ નિર્ણય લીધો હતો . જ્યારે 2014માં ચૂંટણીના કારણે UAEમાં IPLની મેચો રમાઈ હતી. 2014ની સિઝનની પ્રથમ મેચ અબુ ધાબીમાં રમાઈ હતી. આ પછી શારજાહ અને દુબઈમાં મેચ રમાઈ હતી. 2014ની સીઝનની 20 મેચ યુએઈમાં યોજાઈ હતી. આ પછી તમામ મેચ ભારતમાં રમાઈ હતી.
IPL 2024ની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે –
IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. BCCIએ સિઝનની પ્રથમ 21 મેચો માટે જ શેડ્યૂલ જાહેર કર્યું છે. ચેન્નાઈની આમાં 4 મેચ છે. ચેન્નાઈની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે છે. આ મેચ 26 માર્ચે રમાશે. વર્તમાન સમયપત્રક મુજબ 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત વચ્ચે રમાશે. આ મેચ 7મી એપ્રિલે રમાશે.