IPLના ચાહકો અને ખેલાડીઓ માટે આજનો દિવસ સૌથી મોટો છે. IPLની તમામ ટીમોની રીટેન્શન લિસ્ટ બહાર પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બર સુધીમાં તમામ ટીમોએ પોતાના ખેલાડીઓના નામ સબમિટ કરવાના હતા. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, કિરેન પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવને રિટેન કર્યા છે.
મુંબઈ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રિટેન કરવાની જાહેરાત કરી છે.
ક્યો ખેલાડી કેટલો મોંઘો?
હવે તમે તે પણ જાણવા માંગતા હશો કે ક્યા ખેલાડીને કેટલો કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. તો મુંબઈએ રોહિત શર્માને 16 કરોડમાં રિટેન કર્યો છે. તે ઉપરાંત જસપ્રીત બૂમરાહએ 12 કરોડ, સૂર્યકુમાર યાદવને 8 કરોડ અને પોલાર્ડને 6 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે.
બેંગ્લોર તરફથી વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. જ્યારે ગ્લેન મેક્સવેલને 11 કરોડ અને મોહમ્મદ સિરાજને સાત કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
પંજાબ કિંગ્સે બે ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં મયંક અગ્રવાલને 12 કરોડ રૂપિયામાં અને અર્શદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ) અને ઉમરાન મલિક (4 કરોડ)ને જાળવી રાખવાની જાહેરાત કરી છે.
ધોનીની કેપ્ટનશીપ ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તેમાં સૌથી વધુ કિંમત ચૂકવીને રવિન્દ્ર જાડેજાને જાળવી રાખવામાં આવ્યો છે. જાડેજાને 16 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. તેમના સિવાય ચેન્નાઈએ મહેન્દ્ર સિંહ ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ) અને રૂતુરાજ ગાયકવાડ (6 કરોડ)ને જાળવી રાખ્યા છે.