નવી દિલ્હી : IPLનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના મોટાભાગના ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે યુએઈ પહોંચી ગયા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ UAE માં આવ્યા બાદ છ દિવસની ક્વોરેન્ટાઈન અવધિ પૂર્ણ કર્યા બાદ IPL માટે દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, દીપક ચાહર અને રોબિન ઉથપ્પા સહિત ટીમના અન્ય સભ્યો 13 ઓગસ્ટે દુબઈ પહોંચ્યા હતા.
CSK એ ટ્વિટર પર તસવીરો શેર કરી છે
ચેન્નાઈ સુપર કિંગ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટીમના પ્રેક્ટિસ સત્રની તસવીરો શેર કરી છે, જેમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના સહિત ઘણા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. તસવીરોમાં ધોની અને રૈના નવી હેરસ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે ભૂતકાળમાં ધોનીની નવી હેરસ્ટાઇલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. તસવીરો જોઈને લાગે છે કે તમામ ખેલાડીઓ સંપૂર્ણ મહેનત સાથે પ્રેક્ટિસમાં વ્યસ્ત છે.
કોરોનાને કારણે મે મહિનામાં IPL મુલતવી રાખવામાં આવી હતી
ઘણા ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ આઈપીએલ 2021 મેમાં મુલતવી રાખવામાં આવી હતી. હવે તેનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યાં દુબઈમાં ચેન્નઈ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. IPL ની 13 મેચ દુબઈમાં, 10 શારજાહમાં અને 8 મેચ અબુધાબીમાં રમાશે. હાલમાં, મુંબઈની ટીમ ક્વોરેન્ટાઈનમાં છે અને ટૂંક સમયમાં તેના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરતા જોવા મળશે.
https://twitter.com/ChennaiIPL/status/1428632678178254848?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1428632678178254848%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Fipl%2Fipl-2021-chenai-super-kings-training-started-in-dubai-ms-dhoni-suresh-raina-spoted-1956563
ખેલાડીઓએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે
કોરોના રોગચાળાને કારણે, તમામ ખેલાડીઓ અને તમામ સ્ટાફ સભ્યોએ IPL દરમિયાન કડક કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. ટુર્નામેન્ટ દરમિયાન તમામ ખેલાડીઓ બાયોબબલમાં રહેશે, જેથી કોરોનાને કારણે આઈપીએલમાં ફરીથી કોઈ વિક્ષેપ ન આવે. BCCI એ તાજેતરમાં જ આ સંદર્ભમાં એક એડવાઈઝરી પણ જારી કરી હતી. જો બધુ બરાબર ચાલ્યું તો IPL ના બીજા તબક્કામાં દર્શકોને સ્ટેડિયમમાં આવવા દેવામાં આવશે. તાજેતરમાં જ BCCI અને અમીરાત ક્રિકેટ બોર્ડે આ અંગે સંકેત આપ્યા હતા.