IPL 2018માં થઈ શકે છે આ મોટા ફેરફાર
દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગના 10 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટનો આ સૌથી મનોરંજક મહાકુંભ છે. દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓની સાથે નવા ચહેરાઓને પણ આ ટુર્નામેન્ટમાં ભરપૂર તક મળે છે. IPLની નવી સીઝનમાં કેટલાક મોટા ફેરફાર થઈ શકે છે. મેચનો સમય બદલાવો અને ચાલુ સીઝનમાં કોઈ ખેલાડીનું બીજી ટીમ તરફથી રમી શકવું, એવા જ મોટા ફેરફાર છે.
બદલાશે મેચનો ટાઈમિંગ
IPL કમિશ્નર રાજીવ શુક્લા અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે IPLના સમયમાં પણ ફેરફારના સંકેત આપ્યા છે. જો બ્રોડકાસ્ટર BCCIની વાત સાથે સહમત થઈ જાય અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે શરૂ થનારી મેચો સાંજે 7 વાગ્યે શરૂ થઈ શકે છે. IPLમાં જે પહેલા બદલાવની વાત થઈ રહી છે તેનું નિર્ધારણ બ્રોડકાસ્ટર જ કરશે.
ઘણા સમય લઈ રહી છે ફેરફારની માંગણી
સમય બદલાવા પાછળનું સૌથી મોટું કારણ છે કે, મોડી રાતે 12 વાગ્યા સુધી મેચો ચાલવાને લીધે દર્શકો અધવચ્ચે મેચ છોડીને જવા લાગે છે, વિતેલા વર્ષોમાં આવું ઘણીવાર જોવામાં આવ્યું છે. મેચો મોડેથી ખતમ થવાને કારણે સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોની સાથે ઘરમાં સ્કૂલ-કૉલેજ જનારા બાળકોને પણ ઘણી તકલીફ થતી હતી. આ પ્રકારના બદલાવની માંગણી પહેલા પણ કરાઈ ચૂકી છે, પણ આ વખતે આઈપીએલ ગર્વનિંગ બોડી તરફથી તેની માની લેવામાં આવી છે.
ચારને બદલે ત્રણ વાગ્યે શરૂ થશે મેચ
જો સાંજની મેચનો સમય 7 વાગ્યાનો થશે તો તેની અસર બપોરની મેચ પર પણ થશે. હવે ચાર વાગ્યે શરૂ થનારી મેચો નવા પ્રસ્તાવિત ફેરફાર અનુસાર બપોરે ત્રણ વાગ્યે શરૂ કરી શકાય છે. IPL કાઉન્સિલની મીટિંગમાં IPL કમિશ્નર રાજીવ શુક્લાએ આ ફેરફારોનો પ્રસ્તાવ રજૂ કર્યો જેને તમામ ફ્રેન્ચાઈઝીઓએ માની લીધો છે પણ આ ત્યારે જ અમલમાં આવી શકે છે જ્યારે બ્રોડકાસ્ટર પણ તેને માની લે.
ખેલાડીઓ કરી શકશે ટ્રાન્સફર
બીજી તરફ આ બેઠકમાં વધુ એક મોટા ફેરફારને પણ ફ્રેન્ચાઈઝીએ માની લીધો છે. આ રજૂઆત અંતર્ગત હવે IPL ટૂર્નામેન્ટ દરમિયાન પણ ખેલાડીઓ ટ્રાન્સફર થઈ શકશે. ઈંગ્લિશ પ્રીમિયર લીગની જેમ હવે IPLમાં મેચ દરમિયાન ખેલાડીઓની જર્સી બદલાાઈ શકે છે. જોકે, ટ્રાન્સફરમાં તે જ ખેલાડીઓ આવી શકશે જેઓ સાત મેચોમાં માત્ર બે મેચમાં જ પ્લેઈંગ ઈલેવનમાં રમી શક્યા હોય.
મિડ સેશન ટ્રાન્સફરથી થશે ક્રિકેટર્સને ફાયદો
રાજીવ શુક્લાએ જણાવ્યું કે, પાંચ ડિસેમ્બરે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક થશે અને બીજી વાતો પર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મેચ વચ્ચે ખેલાડીઓના ટ્રાન્સફર અંગે એક આઈડિયા આવ્યો જેને તમામ ફ્રેન્ચાઈઝીએ માની લીધો. તેમણે કહ્યું કે, આનાથી તે ખેલાડીઓને ફાયદો થશે જે સારા ક્રિકેટર છે પણ કોઈ કારણોસર પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શક્યા નથી.