ટીમ ઇન્ડીયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલ ત્રણ મેચોની ટી-20 સીરીઝના ત્રીજા અને છેલ્લા મુકાબલામાં ભારતનો ભવ્ય વિજય થયો છે. જો કે, ભારતે સીરીઝ 3-0થી જીતી લીધી છે.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વેસ્ટઇન્ડીઝની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 182 રનોનો લક્ષ્યાંક આપ્યો હતો.
જેના જવાબમાં ટીમ ઇન્ડીયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવી વેસ્ટઇન્ડીઝને હરાવ્યું હતું. શિખર ધવને(92 રન-62 બોલ) અને મનીષ પાંડે(2 રન) બનાવ્યા હતા. ઋષભ પંત(58 રન-38 બોલ) બનાવી આઉટ થયો.