ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તાજેતરમાં ડેબ્યૂ કરનારા ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના નામે ગઈકાલે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20માં શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીમાં સારું પ્રદર્શન કરવાના કારણે તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પસંદગી થઈ હતી. પરંતુ પ્રથમ મેચમાં તેણે બેટ અને બોલથી નિરાશ કર્યા હતા.
બોલિંગ દરમિયાન કૃણાલ પંડ્યાએ 4 ઓવરના સ્પેલમાં 13.75ની સરેરાશથી 55 રન રન આપ્યા હતા. જેના કારણે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો ત્રીજો સૌથી ખર્ચાળ બોલર બની ગયો છે. કૃણાલની પહેલા યુઝવેન્દ્ર ચહલ અને જોગિન્દર શર્માનું નામ આવે છે. ચાલુ વર્ષે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે 64 રન આપ્યા હતા. 2007મા ઈંગ્લેન્ડ સામે ડરબનમાં જોગિંદર શર્માએ 57 રન આપ્યા હતા.
કૃણાલ પંડ્યાની બોલિંગ પર ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોયનિસે ખૂબ રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાની ઓવરમાં મેક્સવેલ સામે એલબીડબલ્યુની અપીલ થઈ હતી અને તેને આઉટ જાહેર કર્યો હતો. પરંતુ મેક્સવેલે રિવ્યૂ લીધો તેમાં તે નોટ આઉટ જાહેર થયો હતો. જે બાદ તેણે આક્રમક બેટિંગ કરી હતી.