પુણેઃ મંગળવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે શ્રેણીની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ભારતે ઈંગ્લેન્ડને 66 રને હરાવીને શાનદાર જીત મેળવી હતી. અને શ્રેણીમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 5 વિકેટ પર 317 રન કર્યા. શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાએ અડધી સદી ફટકારી. તેના જવાબમાં ઈંગ્લીશ ટીમ 42.1 ઓવરમાં 251 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર અને શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી. ટીમ ઈન્ડિયાની જીતના પાંચ કારણો
પહેલું કારણ- ટીમ ઈન્ડિયાએ ધીમી શરૂઆત કરી. પહેલી 10 ઓવરમાં માત્ર 39 રન જ કર્યા. પરંતુ શિખર ધવન એક બાજુ ટકેલો રહ્યો અને 94 રનની ઇનિંગ રમીને ટીમને 200 રન સુધી લઈ ગયો. મિડલ ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીએ સારો સપોર્ટ કર્યો.
બીજું કારણ- 40 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટ પર 205 રન હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા ઝડપથી આઉટ થઈ ગયો. પરંતુ કેએલ રાહુલ અને પહેલી વનડે રમી રહેલો કૃણાલ પંડ્યાએ અડધી સદી ફટકારીને સ્કોર 300ને પાર પહોંચાડ્યો. અંતિમ 5 ઓવરમાં ટીમે 67 રન કર્યા અને સ્કોર 317 સુધી પહોંચાડ્યો.
ત્રીજું કારણ- લક્ષ્યનો પીછો કરતાં ઈંગ્લેન્ડે સ્ફોટક શરૂઆત કરી. જોની બેયરસ્ટો અને જેસન રોયે પહેલી વિકેટ માટે 135 રનની પાર્ટનરશીપ કરી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ 30 ઓવર સુધી એટલે કે મિડલ ઓવરમાં 5 વિકેટ લઈને મેચમાં વાપસી કરી. મેચમાં 10માંથી 9 વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી.
ચોથું કારણ- ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ સારી વાપસી કરી. પહેલી 3 ઓવરમાં તે ઘણો મોંઘો રહ્યો અને 37 રન આપ્યા. અંતમાં 4 વિકેટ લઈને જીતમાં અગત્યની ભૂમિકા નિભાવી. આ ઉપરાંત પહેલી વનડે રમી રહેલા કૃણાલ પંડ્યાએ અડધી સદી ફટકારી અને બોલિંગ કરતા એક વિકેટ પણ ઝડપી.
પાંચમું કારણ- વનડે ક્રિકેટમાં મિડલ ઓવર મહત્વ્ડપૂર્ણ રહે છે. ટીમ ઈન્ડિયાએ પહેલી 10 ઓવરમાં માત્ર 39 રન કર્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે પહેલી 10 ઓવરમાં 89 રન કર્યા હતા. એટલે કે ઈંગ્લેન્ડની ટીમ પહેલી 10 ઓવરમાં આપણાગી 50 રન વધુ રન કરીને પણ મેચ હારી ગઈ, કારણ કે તેના બેટ્સમેન મિડલ ઓર્ડરમા; સારું પ્રદર્શન ન કરી શક્યા.