Indian team
Indian Team: એશિયા કપ 2025નું આયોજન ભારતની ધરતી પર થવા જઈ રહ્યું છે. ભારતમાં લાંબા સમય બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.
Asia Cup: ઓડીઆઈ એશિયા કપ 2023નું ટાઈટલ ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને જીત્યું હતું. 2026માં દેશમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ભારત હવે મેન્સ એશિયા કપ 2025નું આયોજન કરશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ જાહેરાત કરી છે. બાંગ્લાદેશ ODI ફોર્મેટમાં ટૂર્નામેન્ટની યજમાની કરશે કારણ કે ODI વર્લ્ડ કપ 2027 માં દક્ષિણ આફ્રિકામાં રમાવાનો છે.
ગત એશિયા કપનું યજમાન પાકિસ્તાન હતું
એશિયા કપનો ઉપયોગ હંમેશા વૈશ્વિક ઇવેન્ટની તૈયારી તરીકે થાય છે અને તે વર્લ્ડ કપ જેવા જ ફોર્મેટમાં રમાય છે. એશિયા કપની 2023 સીઝનનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ‘હાઇબ્રિડ મોડલ’ પર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો અને ત્યાર બાદ ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાઈ.
ટૂર્નામેન્ટમાં ઘણી બધી મેચો રમાશે
ભારતમાં T20 ફોર્મેટમાં અને બાંગ્લાદેશમાં 50 ઓવરના ફોર્મેટમાં રમાનારી એશિયા કપમાં 13-13 મેચ રમાશે. ભારતમાં 34 વર્ષ બાદ એશિયા કપનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પહેલા ભારતમાં 1991 મેન્સ એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં યોજાનારા એશિયા કપમાં પાકિસ્તાની ટીમ આવે તેવી પૂરી શક્યતાઓ છે. ODI વર્લ્ડ કપ 2023નું પણ ભારતમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ પાકિસ્તાની ટીમ ક્રિકેટ રમવા ભારત આવી હતી.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે IEOI ખાતે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મેન્સ એશિયા કપ ટુર્નામેન્ટ’ એટલે ACC દ્વારા નોમિનેટ કરાયેલા સભ્યો વચ્ચે બે વર્ષના અંતરાલમાં આયોજિત પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ. તેમાં અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશની ટીમો અને એસીસીના બિન-ટેસ્ટ રમતા સભ્ય ભાગ લેશે. ટેસ્ટ સિવાયના દેશો ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ દ્વારા તેમાં પોતાનું સ્થાન બનાવશે.