BCCIએ અંડર-19 વર્લ્ડ કપ 2024 અને ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 15 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. યુવા ઉદય સહારનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ICC અંડર-19 વર્લ્ડ કપ 2024નું આયોજન દક્ષિણ આફ્રિકાની ધરતી પર થવાનું છે. અગાઉ અંડર-19 વર્લ્ડ કપનું આયોજન શ્રીલંકામાં થવાનું હતું, પરંતુ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું. આ કારણથી દક્ષિણ આફ્રિકાને હોસ્ટિંગ અધિકારો મળ્યા છે. હવે પસંદગીકારોએ અંડર-19 વર્લ્ડ કપ 2024 અને ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જે ટીમ અંડર-19 વર્લ્ડ કપમાં રમશે. આ જ ટીમ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે ત્રિકોણીય શ્રેણીમાં રમશે, જેથી વર્લ્ડ કપની તૈયારીઓને વધુ મજબૂત બનાવી શકાય.
આ ખેલાડી કેપ્ટન બન્યો
ઉદય સહારનને અંડર-19 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની કપ્તાની મળી છે. જ્યારે સૌમ્ય કુમાર પાંડેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 15 ખેલાડીઓ ઉપરાંત ચાર બેકઅપ ખેલાડીઓને પણ ટીમમાં તક મળી છે. ત્રણ ખેલાડીઓ એવા છે જેમને માત્ર ત્રિકોણીય શ્રેણી માટે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે. જેમાં પ્રેમ દેવકર, અંશ ગોસાઇ અને મોહમ્મદ અમાનનો સમાવેશ થાય છે.
અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમઃ
ઉદય સહારન (કેપ્ટન), અર્શિન, આદર્શ સિંહ, રુદ્ર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર, અવનીશ રાવ, સૌમ્ય પાંડે, મુરુગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગૌડા, રાજ લિંબાણી, નમન તિવારી, આરાધ્યા શુક્લા.
બેક પ્લેયર્સઃ દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે.